આણંદ નગ૨પાલિકાનો ઐતિહાસિક દિવસ તા.૧/૧૦/૧૮૮૯ છે. તે દિવસે આણંદ નગ૨પાલિકાની સ્થાપના થઈ હતી. તા.૧/૧૦/૧૮૮૯ ના રોજ આણંદ નગ૨પાલિકાના પ્રથમ પ્રમુખ રાવબહાદુ૨ મોતીલાલ ચુનીલાલ હતા. સ્થાપના કાળે આણંદ શહેરની વસ્તી ૯૮૨પ ની હતી. નગ૨પાલિકાનું પ્રથમ બોર્ડ ૧૦ સભ્યનું હતુ. આજે ૨૦૧૬ મુજબ નગરપાલિકાની વસ્તી ૧,૯૮,૨૮૨ છે. બોર્ડ ૫૨ સભ્યોનું બનેલું છે. નગ૨પાલિકાની વિવિધ જાહે૨ સેવાઓ જેવી કે, લાઈટ, પાણી, ગટ૨, ૨સ્તા, આરોગ્ય અને સ્વચ્છતા, દવાખાનું, અગ્નિશામક વિગેરે આપવામાં આવે છે. - આણંદ નગર સેવા સદન

સ્વચ્છ ભારત મિશન -આણંદ નગર પાલિકા,આણંદ આપના એન્ડ્રોઈડ મોબાઈલમાંથી પ્લે સ્ટોર/એપ્સ સ્ટોરમાં જઈ સ્વચ્છતા એપ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં રજીસ્ટેશન કરી આપની સ્વચ્છતા અંગેની કોઇપણ ફરીયાદ નીચે દર્શાવ્યા મુજબ ઓનલાઈન કરી શકો છો. •સ્વચ્છતા એપલીકેશન ડાઉનલોડ કરવા https://play.google.com/store/apps/details?id=com.ichangemycity.swachhbharat લીન્ક પર ક્લિક કરો. •સ્વચ્છતા એપ ઇન્સ્ટોલ કર્યા બાદ ઈંગ્લીશ ભાષા સિલેક્ટ કરવી. •ત્યાર બાદ તમારો મોબાઇલ નંબર નાખવાનો રહેશે. •ત્યારબાદ મોબાઈલમાં આવેલ O.T.P નંબર આપો-આપ વેરીફાઈડ થશે. •સીલેક્ટ યોર લોકેશનમાં GPS ગોળ સિમ્બોલ હશે તેનાં પર ક્લિક કરવી. •લોકેશન આપ્યાં બાદ DONE ક્લિક કરવું. •ત્યાર બાદ આપની આસપાસ ગંદકીનાં ફોટા પાડી મુકી શકશો. આપણાં આણંદ શહેરને સ્વચ્છ રાખવુંએ આપણા સૌની ફરજ છે. આપનો સહકાર સ્વચ્છતા માટે અનિવાર્ય છે. સ્વચ્છ સર્વેક્ષણ -૨૦૧૯

  • અરજી ફોર્મ
  • મતદાર યાદીમાં તમારું નામ શોધો

નગરપાલિકા વિભાગો

આપાતકાલીન જિલ્લા હેલ્પલાઇન
(+91)2692243222
જિલ્લા EOCs હેલ્પલાઇન નં.
(+91)2692243222
બચાવ અને રાહતના કમિશનર
1070
TOP