દુકાન અને સ્થાપના લાઇસન્સ

દુકાન અને સ્થાપના લાઇસન્સ

ધંધાર્થીઓને ધંધાની નોધણી અંગે સરકારશ્રીમાં ધંધો શરૂ કાર્યની ની નોધ રહે છે. બેંક એકાઉન્ટ ખોલવા/પાન નંબર/ જી.એસ.ટી નંબર/ પ્રોફેશનલ ટેક્સ નંબર મેળવવા જે ગમે ત્યારે દસ્તાવેજી કામગીરીમાં ઉપયોગી થાય છે.

ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ ૧૯૪૮ કલમ ૭ હેઠળ ફોર્મ એ અને ડી થી આપેલ અથવા તાજું કરી આપેલ સંસ્થાની નોધણી દર્શાવતું પ્રમાણપત્ર અધિનિયમ હેઠળ ફરમાવ્ય પ્રમાણે, કોઈ અમુક સંસ્થા નોધાયેલ છે કે નહિ તે જાણવા માટે લેખિત એકરાર હોય છે તેમાં માલિકનું નામ અને તેના દ્વારા થતાં ધંધાનો પ્રકારદર્શાવ્યો હોય છે.નગરપાલિકા હદમાં આવતા કોઇપણ પ્રકારનાધંધો કરનાર તમામ દુકાનદાર સંસ્થા ઓ કે જે ગુમાસ્તાધારાની વ્યાખામાં આવતા હોય તેમને સંસ્થાની નોધણી અંગેનું પ્રમાણપત્ર મેળવવું ફરજીયાત છે.

શોપ રજીસ્ટ્રેશન ન મેળવાથી કલમ – (૫૨) મુજબનો ગુનો ગણાય છે જો કોઈ સંસ્થા જેને માટે આ અધિનિયમ કોઈ કલમ નિયમ અથવા હુકમનું કોઈ ઉલંઘન થાય તો માલિક અને મેનેજર ને ગુનાની સાબિતી થયેથી તે દરેક ને ઓછામાં ઓછા ૨૫ રૂપિયા અને વધારે માં વધારે ૨૦૦ રૂપિયા સુધીનાદંડની શિક્ષા થશે.

શોપ રજીસ્ટ્રેશન મેળવવા માટે શોપ અને એસ્ટાબીલસ્મેન્ટ એક્ટ૧૯૪૮ કલમ ૭ મુજબ ફોર્મ “એ” અને “ડી” સંસ્થા આરંભથી ૩૦ દિવસની અંદર રજુ કરવા નું રહે છે. તથા દર વર્ષ પછી રીન્યુ કરવામાં આવે છે

દુકાન અને સ્થાપના લાઇસન્સ લેવા માટે જરૂરી દસ્તાવેજોની યાદી:-

 • ચાલુ વર્ષનો ટેક્ષ ભરેલ પાવતીની ઝેરોક્ષ નકલ
 • ભાડા કરારની કોપી.
 • ખરીદીના બે બીલોની નકલ.
 • મિલકત ભાડે હોય તો માલિકનું રૂ.૫૦ ના સ્પેમ્પ પર ફોટો લગાવી નોટરી કરેલ સંમતીપત્રક.
 • ભાગીદારી સંસ્થા હોય તો, ભાગીદારી કરાર ની ઝેરોક્ષ નકલ.
 • ઓળખકાર્ઙ ની નકલ (પાન કાર્ડ તથા આધાર કાર્ડ ફરજીયાત)
 • દુકાન/ઓફિસ સંસ્થા ના નામના બોર્ડ તથા ખુલ્લી દુકાન સાથેનો ફોટો.
 • ફાયર સેફ્ટી ની N.O.C
 • હોસ્પીટલ ના લાઈસન્સ લેવા માટે ડોક્ટર ની ડિગ્રી ની ઝેરોક્ષ કોપી
 • મેડીકલ સ્ટોર માટે ડ્રગ લાઈસન્સ ઝેરોક્ષ કોપી.
 • કંન્ટ્રકશન ના લાઈસન્સ માટે સિવિલ એન્જીનીયર ડિગ્રી ની ઝેરોક્ષ કોપી
 • પ્રાઈવેટ લીમેટેડ કંપની માટે મેમોરેંડમ ની ઝેરોક્ષ કોપી

આપાતકાલીન જિલ્લા હેલ્પલાઇન
(+91)2692243222
જિલ્લા EOCs હેલ્પલાઇન નં.
(+91)2692243222
બચાવ અને રાહતના કમિશનર
1070
TOP