ગટર-વ્યવસ્થા વિભાગ

ગટર-વ્યવસ્થા વિભાગ

ગટર-વ્યવસ્થા મુખ્યત્વે તેમના નગરપાલિકા વિસ્તારના નાગરિકોને સારી ગુણવત્તા આપવા માટે કામ કરે છે.આ હેતુ માટે,નગરપાલિકા નવા ગટર-વ્યવસ્થાની સ્થાપના અને જાળવી રાખવીઅને પછી તેને યોગ્ય રીતે નિકાલ કરવાની પ્રક્રિયા સંચાલનકરવું,ગટર-પાણીની નિકાલ વ્યવસ્થા,ગટર-પાણીના પમ્પિંગ સ્ટેશનો, વરસાદી પાણીના પમ્પિંગ સ્ટેશનો,વર્તમાન તેમજ નવા મર્જ વિસ્તારમાં ગટર / વરસાદી પાણીના નેટવર્ક બનાવવા,અદ્યતન મશીનરીની સહાયથી જૂની મુખ્ય લાઇન પુનઃસ્થાપનના કામ મુખ્ય ગટર / વરસાદી પાણીના  ક્લીનિંગ પણ આ વિભાગ દ્વારા લેવામાં આવે છે

ભૂગર્ભ ગટર-વ્યવસ્થા હેઠળ આવરી લેવામાં આવેલ વિસ્તાર

૪૦%

ગટર-વ્યવસ્થા જોડાણ લીધેલા ઘરોની સંખ્યા

૧૪૮૨૩

વરસાદી પાણીના નેટવર્કની લંબાઈ

૨૫ કિ.મી.

આણંદ નગરપાલિકાની તળાવો

૦૬

નોંધ :-

 • નાગરીકે નગરપાલિકાના મંજુર કરેલા નિયમોને આધીન રહીને તથા નગરપાલિકાની ગટર-વ્યવસ્થાના કનેક્શન નગરપાલિકાની સુચના મુજબ નાગરીકે પોતાના ખર્ચે લાઇસન્સ ધરાવતા પ્લમ્બર પાસે કરવી લેવા.

 • નાગરીકે કનેક્શન બાબત નગરપાલિકાના ગટર-વ્યવસ્થાના દરના જે કાનુન તથા પેટા કાયદા વખતોવખત અમલમાં હોય તે અન્વયે અને તેની જવાબદારી સમજીને લેવા કાબુલ કરવી. નાગરીકે વેરો તથા કનેક્શન ફી જે કાયદેસર હશે તે બિલ આવ્યેથી મુદત અંદર ભરવું અને તેમ ના કરે તો કનેક્શન તુરંત જ બંધ કરવામાં આવશે તેમાં નાગરિકની કોઈ તકરાર ચાલશે નહીં.

 • કોઈ સાર્વજનિક કામ અંગે સુધરાઈને કે સરકારને નાગરિકનું કનેક્શન બંધ કરવાની જરૂર જણાય તો નાગરિકને દિન 3 ની નોટિસ આપી નગરપાલિકા તે પ્રમાણે કરે તો વાંધો લેવો નહીં.

 • ગટર-વ્યવસ્થાના કનેક્શન કોઈ કારણોસર બંધ રહે તો ભરેલા પૈસા લેવાને કે નુકસાનીને દાવો નગરપાલિકા ઉપર નાગરિક કરી શકે નહીં.

 • નાગરીક પોતાના મકાનમાં હોટલ, વિશ્રામસ્થાન, ચા, કોફી, આઇસ્ક્રીમની દુકાન, વીશી, એરટેલ ફેક્ટરી અથવા એવો કોઈપણ ઉપયોગ કરે તો તે બદલ મુકરર થયેલ ચાર્જ અલગથી વસુલ કરવામાં આવશે.

 • ગટર-વ્યવસ્થાના કાનુનો તથા પેટા કાનુનોની કોઈપણ શરતોનો ભંગ કરશે તો નગરપાલિકા તે નાગરીકનું કનેક્શન બંધ કરવા મુખત્યાર છે.

 • સદર નાગરીક મકાનમાં ગટર-વ્યવસ્થાના કનેક્શન લેવામાં આડોશી પાડોશીને નુકશાન થશેતો નાગરીકના શિરે છે.

 • એકવાર નગરપાલિકા તરફથી કાયદેસર ગટર-વ્યવસ્થાનું કનેક્શન બંધ કર્યા પછી તે ફરીથી ચાલુ કરવા નવી અરજી આપી મંજુરી મેળવવની રહેશે.

 • અરજદારે પોતાના મકાનના ગટર-વ્યવસ્થાના કનેક્શન માટે જુદી ચેમ્બર બનાવવી પડશે બીજા કોઇની ચેમ્બરમાં કનેક્શન લઈ શકશે નહીં. જો તેમ કરવામાં કસુર થશે તો તે માટે અરજદાર જવાબદાર ગણાશે.

 • મુનિસિપલ પ્લમ્બરીંગ લાઇસન્સ કોન્ટ્રાક્ટરે ઉપર જણાવેલા મકાનને કનેક્શન કરતાં પહેલા ચીફ ઓફિસર નિમાયેલા અધિકૃત અમલદારના હુકમ મેળવ્યા બાદ કામ શરૂ કરશે. તે કામ સંતોષકારક છે તે બાબતનું સર્ટિફિકેટ નગરપાલિકાના એન્જિનિયર તરફથી મળી શકે નહીં તો તે જવાબદારી અરજદારની રહેશે.

 • જે જગ્યાએ ગટર-વ્યવસ્થાનું કનેક્શન જોઈતું હોય તે જગ્યાના માલિક તરીકે નગરપાલિકાના રેકોર્ડમાં જેનું નામ હોય તેમણે અગર તો ભાડુંઆત હોય તેમણે મકાન માલિકીની સંમતિના દાખલા સાથે અરજી કરવાની રહેશે.

 • અરજી કરતાં અગાઉનો નગરપાલિકાનો લ્હેણો થતો બધો વેરો નગરપાલિકાને ભરી દેવામાં આવેલો હોવો જોઈએ.

 • મકાન માલિક ગટર-વ્યવસ્થાના કનેક્શન લે અને તેમણે જૂનું દટણ પોતાના ખર્ચે પૂરી દેવાનું રહેશે અને તેની લેખિત જાણ નગરપાલિકાને અરજદારે કરવી પડશે.

આપાતકાલીન જિલ્લા હેલ્પલાઇન
(+91)2692243222
જિલ્લા EOCs હેલ્પલાઇન નં.
(+91)2692243222
બચાવ અને રાહતના કમિશનર
1070
TOP