મિલકત-વેરા વિભાગ

મિલકત-વેરા વિભાગ

નગરપાલિકમાં વિવિધ કર-વેરા ભરણા બાબતે સરકારશ્રીના નિતિ-નિયમ અનુસાર માંગણાંનું બિલ મુજબ વેરા ભરવાના રહે છે. નગરપાલિકા ધ્વારા મિલ્કત વેરો, શિક્ષણ વેરો, ગટર વેરો, સ્પે. વોટર વેરો, સફાઈ વેરો, જનરલ વોટર વેરો, તથા સામાન્ય દિવાબત્તી વેરો સ્વીકારવામાં આવે છે.

નોંધ :-

  • સને ૧૯૬૩ના નગરપાલિકા અધિનિયમકલમ નં. ૧૩૨(૧) આધારે માંગણાં બિલ મિલ્કતધારકો ને આપવામાં આવે છે.

  • માંગણાં બિલમાં જણાવેલ વિગતના વેરા ફી અને અન્ય લેણાંની રકમ લેણી થઈ હોય તો બિલ મળ્યા તારીખથી દિવસ ૧૫માં અચૂક ભરી જવા.

  • માંગણાં બિલ મળ્યા પહેલા નાણાં ભરેલા હશે તો તે મજરે ગણવામાં આવશે॰

  • માંગણાં બિલમાં જણાવ્યા મુજબની રકમ સમયસર નહીં ભરવામાં આવે તો ઉક્ત અધિનિયમ કલમ ૧૩૨(૩)માં જણાવ્યા મુજબ ગુનેગારીની રકમ પણ ભરવાની થશે. આ માંગણાંનો હુકમ બજાવવામાં આવશે અને તેની ફી પણ ભરવાની થશે.

  • કોઈ પણ કારણસર ચેક પાછો ફરે તો ચેકની રકમ ભરેલી નથી તેમ ગણીને કાયદા મુજબ તેના પર ૧૫% વ્યાજ તથા શિ.ઉ. ઉપર ૨૫% સાથે નાણાં રોકડા વસુલ કરવામાં આવશે અને ખર્ચ પેટે બેંકે કાપેલા ચેક રિટર્ન ચાર્જ ભરવો પડશે તેમજ નેગોસીએશન ઇસ્ટુમેન્ટ એક્ટ સેક્શન ૧૩૮માં સેક્શન ૬૭/૧૯૮૮ મુજબ થયેલ સુધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  • નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૧૩૩(૧)(૨) મુજબ માંગણાં બિલના નાણાં આપેલ મુદ્દતમાં નહીં ભરાય તો પાણી જોડાણ કાપી નાખવામાં આવશે તથા આપની જંગલ મિલ્કત ટાંચમાં આવશે અને તે સ્થાવર મિલ્કત જપ્ત કરી હરાજી કરવામાં આવશે.

  • બહારગામના ચેક સ્વીકારવામાં આવશે નહીં. ચેક આણંદ નગરપાલિકાના નામનો લખવો.

  • બિલ તારીખ ૧ માસમાં માંગણાં બિલમાં દર્શાવેલ તમામ બાકી પડતો વેરો ભરનારને ચાલુ માંગણાંની મિલ્કત વેરાની રકમ ઉપર ૧૦% વળતર આપવામાં આવશે.

  • નાણાકીય વર્ષના અંતે સદર નિયમ લાગુ પડશે નહીં અને નાણાકીય વર્ષના અંતે પછી નિયમો મુજબ નોટિસ ફી વસુલ કરવામાં આવશે.

આપાતકાલીન જિલ્લા હેલ્પલાઇન
(+91)2692243222
જિલ્લા EOCs હેલ્પલાઇન નં.
(+91)2692243222
બચાવ અને રાહતના કમિશનર
1070
TOP