વ્યાવસાયિક-વેરા વિભાગ

વ્યાવસાયિક-વેરા વિભાગ

આણંદશહેરતથા બાકરોલ ઝોન વિસ્તારના તમામ વેપારી તથા વ્યવસાય કરતી તમામવ્યકિતઓને જણાવવામાં આવે છે ગુજરાત રાજય વ્યવસાય,વ્યાપાર,ઘંઘા અને રોજગારવેરા અઘિનિયમ (સુઘારા) ર૦૦૮ અન્વયે શીડયુલ નં.૧ ની એન્ટ્રી નં ર થી કે ૧૦માં નીચે જણાવેલ વ્યયવસાયીઓને નીચે જણાવેલ દરેવ્યવસાય વેરો નગરપાલિકા,આણંદની ઓફીસમાં કામકાજનાં દિવસો દરમ્યાન વ્યવસાયવેરો ભરી જવા જાણ કરવામાં આવે છે.

ક્રમ

વ્યકિતઓના વ્યવસાય

વાર્ષિક દર રૂપિયા

૦૧

તમામ એડવોકેટ ,સોલીસીટર્સ, નોટરી, ડોકટર્સ, કન્સલ્ટન્ટ, આર્કિટેક્ ,સી., વિમા એજન્ટ,કોન્ટ્રક્ટર,દલાલ, ટુર એન્ડટ્રાવેલ્સો, ઓપરેટર્સ એજન્સી, કેબલ ટી.વી. ઓપરેટર, ટયુશન કલાસીસ, ટયુટોરીયલઇન્ટી, આંગડીયા,કુરીયર,હેલ્‍થ તથા રીક્રીએનશન કલબો, શેર દલાલો, ગુમાસ્‍તાઓ, ટ્રાન્‍સપોર્ટસ, નાણાંઘીરઘાર, વીડીયોપાર્લર, હોટલો, ગેસ્‍ટહાઉસ, તમામ નાના મોટા ઘંઘાદારીઓ વિ .

૧૦૦૦/-

૦૨

તમામ પ્રાઇવેટ અને પબ્લીક લીમીટેડ કંપનીઓ, ફેકટરી માલિકો, ભાગીદારી પેઢીઓ તમામ બેન્કિંગ કંપનીઓ વિગેરે (સરકાર માન્ય હોય તેવી નોન ગ્રાન્ટેબલ સસ્થાઓ)

૧૦૦૦/-

૦૩

ગુજરાત વેટ એકટ ર૦૦૩ હેઠળ નોધણીને પાત્ર થતા હોય તેવા તમામ ડીલરો કે જેઓનુ વાર્ષિક ટર્ન ઓવર રૂપિયા દસ લાખથી વધુ હોય .

૨૪૦૦/-

૦૪

વ્યક્તિકે વ્યવસાયીઓની એક કરતા વધુ બ્રાંચહોય ત્યારે બ્રાંચ દીઠ

૧૦૦૦/-

 

નોંધ :-

 1. નોંધણી અગેના ફોર્મ વ્યકિત,વ્યકિતના વર્ગ લાગુ પડતા દર વિગેરે માહિતી માટે નગરપાલિકા વ્યવસાયવેરા વિભાગમાંથી મળી રહેશે.

 2. જયારે વ્યકિત,વ્યવસાયીઓ એક કરતા વધુ કેટેગરીમાં વેરો ભરવાને પાત્ર થતા હોય ત્યારે વેરાઓ સૌથી વધુ લાગુ પડતો દર ભરવાને પાત્ર થાય છે.

 3. વ્‍યવસાયવેરો ભરવા માટે ચલણ પધ્ધતિ નાબુદ કરેલ છે.

 4. વ્યયવસાયવેરોરોકડા અથવા ચેક/ડિમાન્ડ ડ્રાફ્ટથી ચીફ ઓફિસર, આણંદ નગરપાલિકા, આણંદના નામનો આણંદ ખાતે પેએબલ હોય તેવા ઇન્સ્ટુમેન્ટરથી ભરી શકશે.

 5. વ્યવસાયવેરા અંગે વધુ માહિતી માટે વ્યવસાયવેરા અધિકારી આણંદ નગરપાલિકામાં સપર્ક સાધવો.

 6. મુદત તારીખ પછી વ્યવસાયવેરો ભરનાર વ્યાજ તથા દંડને પાત્ર બનશે.

 7. દરેક જાતનો ધંધો કરતા વેપારીઓએ વ્‍યવસાય વેરાનો નંબર લેવો ફરજિયાત છે.

 8. નગરપાલિકા તરફથી ચકાસણી કરવા માટે નગરપાલિકા અધિકારી આવે ત્યારે વ્યવસાય વેરો નંબર નહી લીધો હોય તો તેઓ પાસેથી દંડ સહીત વસુલાત કરવામાં આવશે/ નંબર નહીં લેનાર સામે નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવશે. જેની સર્વે વેપાર ધંધો કરતાં ઈસમોએ નોંધ લેવી.

 9. જે વ્યવસાયીઓ પોતાની પેઢી બંધ કરે તેની જાણ અવશ્ય નગરપાલિકામાં વ્યવસાય વેરા વિભાગમાં કરવાની રહેશે.જાણ નહીં કરનાર વ્યવસાયકનો વાવસાય વેરો જે તે વર્ષમાં બંધ કરવા જાણ કરેશે તે વર્ષ સુધીનો વેરો વસુલાત કરવામાં આવશે/ ને તે બાબત સંપૂર્ણ જવાબદારી ધંધો કરનાર વ્યવસાયકની રહેશે.

 10. જે વેપારી પેઢી તથા તમામ જાતના વ્યવસાય કરતાં ઇસમોએ પોતાની પેઢીમાં નોકરીએ રાખેલ કર્મચારીનો માસિક પગાર રૂ. ૬૦૦૦/- ચુકવતા હોય તે કર્મચારીઓ વ્યવસાય વેરો ભરવા પાત્ર બને છે.

 11. આણંદ/બાકરોલ ઝોન વિસ્તારમાં નવો ધંધો ચાલુ કરો તે ધંધો ચાલુ કર્યાની ૬૦ દિવસની અંદર વ્યવસાય વેરા એનરોલમેન્ટ નંબર ફરજિયાત મેળવી લેવાનો રહશે અન્યથા તે વેપારી સામે અધિનિયમ ૧૯૭૬ મુજબ પગલાં ભરવામાં આવશે. ઉપરોક્ત સૂચનાઓનો અમલ દરેક વ્યવસાયીઓએ ફરજિયાત કરવાનો રહેશે.

 12. સરકારશ્રીનાં નોટીફીકેશન મુજબ જ્યારે જ્યારે ફેરફાર થાય તે મુજબ દરેક વ્યવસાઇકોને વ્યવસાયવેરા ના દર લાગુ પડશે.

આપાતકાલીન જિલ્લા હેલ્પલાઇન
(+91)2692243222
જિલ્લા EOCs હેલ્પલાઇન નં.
(+91)2692243222
બચાવ અને રાહતના કમિશનર
1070
TOP