તે દિવસે આણંદ નગ૨પાલિકાની સ્થાપના થઈ હતી. તા.૧/૧૦/૧૮૮૯ ના રોજ આણંદ નગ૨પાલિકાના પ્રથમ પ્રમુખ રાવબહાદુ૨ મોતીલાલ ચુનીલાલ હતા. સ્થાપના કાળે આણંદ શહેરની વસ્તી ૯૮૨પ ની હતી. નગ૨પાલિકાનું પ્રથમ બોર્ડ ૧૦ સભ્યનું હતુ. આજે ૨૦૧૬ મુજબ નગરપાલિકાની વસ્તી ૧,૯૮,૨૮૨ છે. બોર્ડ ૫૨ સભ્યોનું બનેલું છે. નગ૨પાલિકાની વિવિધ જાહે૨ સેવાઓ જેવી કે, લાઈટ, પાણી, ગટ૨, ૨સ્તા, આરોગ્ય અને સ્વચ્છતા, દવાખાનું, અગ્નિશામક વિગેરે આપવામાં આવે છે.
નગરપાલિકા દ્વારા સામાન્ય રીતે લોકોને પીવાના પાણીનું વિતરણ, શહેરમાં રોડ-રસ્તા, બગીચાઓ સહીત બાંધકામને લગતા કામો થકી શહેરના વિકાસ માટેના કામો કરવા, શહેરની નિયમિત સફાઈ અને ગટર વ્યવસ્થાનું સંચાલન કરવું, મરેલા પશુઓનો નિકાલ, અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી, જન્મ-મરણ અને લગ્નની નોંધણી, ટાઉન પ્લાનિંગ, નગર પ્રાથમિક શિક્ષણ, અગ્નિશમન વગેરે કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સ્વ-વિવેકાધીન કાર્યો, કુદરતી આપત્તિ સમયે રાહત કાર્યો, જાહેર બગીચાઓ, ટાઉન હોલ, ધર્મશાળાઓ, શહેરી બસ સર્વિસ, બાળ મંદિર, રમત ગમતના મેદાનો વગેરેનું સંચાલન અને બાંધકામ, રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ તળે સોંપાતી ફરજો વગેરે.