જન્મ અને મૃત્યુ નોંધણી વિભાગ

વિભાગો

Birth-Death-Registration(જન્મ અને મૃત્યુ નોંધણી વિભાગ)

નગરપાલિકમાં જન્મના પ્રમાણપત્ર મેળવવા બાબતે સરકારશ્રીના નિતિ-નિયમ અનુસાર ફોર્મ નં ૧ માં અરજદારશ્રીએ માહિતી ભરવાની રહે છે. તથા તેની સાથે ડોક્ટરનું અસલ સર્ટિ./પ્રમાણિત નકલ રજુ કરવાની રહે છે.

જન્મ નોંધણી
  • જન્મ થયાના ૨૧ દિવસ સુધીમાં ડોક્ટરશ્રી/અરજદારશ્રી એ જન્મ નોંધ વિના મૂલ્યે કરવાની રહે છે.

  • જન્મની નોંધ મોડમાં મોડા ૩૦ દિવસની અંદર કરવવી જરૂરી છે.

  • જો ૩૦ દિવસ ઉપર પણ એક વર્ષથી નીચેના જન્મની નોંધ કરવાની હોય તો વિલંબથી નોંધણી માટેનું સોગંદનામું રજુ કરી જિલ્લા રજીસ્ટ્રારશ્રીના હુકમથી કુલ ૫/- રૂપિયા વિલંબ ફી ભરી તેની નોંધણી કરવવાની રહેશે.

  • જો એક વર્ષ ઉપરનો સમય થયેલ હોય તો કોર્ટના આદેશથી નોંધણી કરવી તેની ૧૦ રૂપિયા વિલંબ ફી ભરવાની રહે છે.

  • બાળકનું નામ એક વખત જન્મનાં દાખલમાં નોધવામાં આવે છે પછી તેમાં ફેરફાર કરી શકાય નહીં જ્યારે નામ નક્કી કરવામાં આવે ત્યારે નામ દાખલ કરવું. બાળકના નામમાં ભવિષ્યમાં ફેરફાર થઈ શકે નહીં.

  • બાળકનું નામ એક વર્ષ સુધી જન્મ પ્રમાણપત્રમાં વિના મૂલ્યે લખવી શકાય છે. એક વર્ષથી ઉપરના સમય માટે ૫ રૂપિયા વિલંબ ફી ભરી મોડમાં મોડા પંદર વર્ષ સુધી નામ ઉમેરી શકાય છે.

  • જન્મના દફ્તરમાં બાળકનું નામ લખાવતી વખતે બાળકનું નામ અંગ્રેજીમાં કેપિટલ અક્ષરમાં લખવું.

  • ભવિષ્યમાં જન્મ-મરણ અંગેની માહિતી gcrs.guj.nic.in વેબસાઇટ પર જોઈ શકશે.

મૃત્યુ નોંધણી
નગરપાલિકમાં મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા બાબતે સરકારશ્રીના નિતિ-નિયમ અનુસાર ફોર્મ નં ૨ માં અરજદારશ્રીએ માહિતી ભરવાની રહે છે.
  • મૃત્યુની નોંધણી મૃત્યુ થયાના ૩૦ દિવસની અંદર કરાવવી જરૂરી છે.

  • ૩૦ દિવસ ઉપર પણ એક વર્ષથી નીચેના સામાની મૃત્યુ નોંધણી કરવવાની હોય તો સોગંદનામું વિલંબ નોંધણી માટે રજુ કરી જિલ્લા રજિસ્ટ્રારશ્રીના હુકમથી કુલ ૫ રૂપિયા વિલંબ ફી ભરી તેની નોંધણી કરવવાની રહે છે.

  • જો એક વર્ષ ઉપરનો સમય થયેલ હોય તો કોર્ટ આદેશથી નોંધણી કરવી તેની ૧૦ રૂપિયા વિલંબ ફી ભરવાની રહે છે.

  • મૃત્યુ પામેલ વ્યક્તિના સ્મશાન/કબ્રસ્તાનની પહોંચ અથવા પ્રમાણિત નકલ રજુ કરવું પડશે.

  • મરણ નોંધણી માટે ૧ઑક્ટોબરથી આધારકાર્ડ નંબરફરજિયાત કરવામાં આવ્યો છે.

  • જો મૃતકનું આધારકાર્ડ ના હોય તો તેના પરિવાર કે સગા સ્નેહી મરણ નોંધણી માટે નિયત કરેલા ફોર્મેટ અનુસાર એકરારનામું રજુ કરવું પડશે.

  • દવાખાનામાં મૃત્યુ થયેલ હોય તો તેનું પ્રમાણપત્ર અથવા પ્રમાણિત નકલ રજુ કરવું પડશે.

  • પી.એમ કેસમાં પોલીસ રિપોર્ટ તથા પી.એમ સર્ટિ. રજુ કરવું પડશે.

  • મૃત્યુ પામેલ વ્યક્તિની મરણ નોધણી કરવા આવેલા તેના પરિવાર કે સગા સ્નેહીએ પોતાનું આધારકાર્ડ લાવવું.

  • ભવિષ્યમાં જન્મ-મરણ અંગેની માહિતી gcrs.guj.nic.in વેબસાઇટ પર જોઈ શકશે.