પાણી પુરવઠા કામગીરી વિભાગ

વિભાગો

 

Water Works(પાણી પુરવઠા કામગીરી વિભાગ)

પાણી પુરવઠા કામગીરી મુખ્યત્વે તેમના નગરપાલિકા વિસ્તારના નાગરિકોને સારી ગુણવત્તા આપવા માટે કામ કરે છે.આ હેતુ માટે,જમીન પર ઉપલબ્ધ પાણીના ટકાઉ સ્ત્રોત આધારિત પાણી પુરવઠાનું માળખુ તૈયાર કરી આ સમસ્યાના લાંબા ગાળાના નિવારણ પરનગરપાલિકા પોતાનું ધ્યાન કેન્દ્રીત કરેલ છે. આ માટે જુદા જુદા કાર્યક્રમ દ્વારા શહેરી તથા ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની રચના કરી તેનો અમલ કરવામાં આવેલ છે.

 

પાણી પુરવઠા કામગીરી

ઓવરહેડ ટાંકી (ઇ.એસ.આર.)

૬૮ લાખ લિટર ક્ષમતાની ૬

ભૂગર્ભ ટાંકી

૩૮ લાખ લિટર ક્ષમતાની ૪

ટ્યૂબવેલ (બોરકૂવા)

૨૩

પાણી પુરવઠા માટે જોડાણ લીધેલા ઘરોની સંખ્યા

૨૭૯૨૯

પાણીના નિકાલ માટે જોડાણ લીધેલા ઘરોની સંખ્યા

૦૬

નોંધ:
  • નાગરીકે નગરપાલિકાના મંજુર કરેલા નિયમોને આધીન રહીને તથા નગરપાલિકાની પાણીના ગેલ્વેનાઇઝડ પાઇપલાઇન ના કનેક્શન નગરપાલિકાની સુચના મુજબ નાગરીકે પોતાના ખર્ચે લાઇસન્સ ધરાવતા પ્લમ્બર પાસે કરવી લેવા.

  • નાગરીકે કનેક્શન બાબત નગરપાલિકાના પાણીના દર તથા પાણીના રક્ષણના જે કાનુન તથા પેટા કાયદા વખતોવખત અમલમાં હોય તે અન્વયે અને તેની જવાબદારી સમજીને લેવા કાબુલ કરવી. નાગરીકે પાણી વેરો તથા કનેક્શન ફી જે કાયદેસર હશે તે બિલ આવ્યેથી મુદત અંદર ભરવું અને તેમ ના કરે તો કનેક્શન તુરંત જ બંધ કરવામાં આવશે તેમાં નાગરિકની કોઈ તકરાર ચાલશે નહીં.

  • કોઈ સાર્વજનિક કામ અંગે સુધરાઈને કે સરકારને નાગરિકનું કનેક્શન બંધ કરવાની જરૂર જણાય તો નાગરિક દિન 3 ની નોટિસ આપી નગરપાલિકા તે પ્રમાણે કરે તો વાંધો લેવો નહીં.

  • પાણી પુરવઠા કામગીરીના યોગ્ય કારણોસર બંધ રહે તો ભરેલા પૈસા લેવાને કે નુકસાનીને દાવો નગરપાલિકા ઉપર નાગરિક કરી શકે નહીં.

  • નાગરીક નળનું પાણી પ્રમાણિકપણે માત્ર નળવાળા મકાનમાં રહેનાર અથવા કુટુંબના ઉપયોગ સારૂ વાપરીને અને તે બીજા કોઈને આપીએ નહીં, અને તે આપીએ તો નગરપાલિકાના ગુનેગાર થાવ અને નગરપાલિકા કનેક્શન કાપી નાંખે તો નાગરીકની તકરાર ચાલશે નહીં.

  • નાગરીક આ પાણી ખેતીના કે બગીચાના કામમાં વાપરીશું નહીં.

  • નાગરીક નળનું પાણી અમો ઇમારતના ચણતર કામમાં અથવા નાત જમાડવાના કામમાં અથવા કોઈપણ ઉપયોગ કરીએ તો તે બદલ મુકરર થયેલ ચાર્જ અલગથી વસુલ કરવામાં આવશે.

  • નાગરીક પોતાના મકાનમાં હોટલ, વિશ્રામસ્થાન, ચા, કોફી, આઇસ્ક્રીમની દુકાન, વીશી, એરટેલ ફેક્ટરી અથવા એવો કોઈપણ ઉપયોગ કરે તો તે બદલ મુકરર થયેલ ચાર્જ અલગથી વસુલ કરવામાં આવશે.

  • પાણીના સ્ટેના કાનુનો તથા પેટા કાયદાની કોઈપણ શરતનો ભંગ કરશે તો નગરપાલિકા કનેક્શન કાપી નાંખવા મુખત્યાર છે.

  • સદર નાગરીક મકાનમાં નળ લેવામાં આડોશી પાડોશીને નુકશાન થશે તે નાગરીકના શીરે છે.

  • એકવાર નગરપાલિકા તરફથી કાયદેસર પાણીનું કનેક્શન કાપી નાખ્યા અથવા મકાન માલિકે મંજુરી લઈ કાપી નાખ્યું હોય ત્યાર પછી તે ફરીથી ચાલુ કરવા નવી અરજી આપી મંજુરી મેળવવની રહેશે.

  • વોટર ક્લોઝેટ સારું અલાયદું કનેક્શન જાજરૂના કામમાં જ વાપરવુંઅને ઘરકામના પાણીના રક્ષણ સબંધમાં જે નિયમો છે તે કનેક્શનના સબંધમાં પાળવા.

  • મુનિસિપલ પ્લમ્બરીંગ લાઇસન્સ કોન્ટ્રાક્ટરે ઉપર જણાવેલા મકાનને કનેક્શન કરતાં પહેલા ચીફ ઓફિસર નિમાયેલા અધિકૃત અમલદારના હુકમ મેળવ્યા બાદ કામ શરૂ કરશે. તે કામ સંતોષકારક છે તે બાબતનું સર્ટિફિકેટ નગરપાલિકાના એન્જિનિયર તરફથી મળી શકે નહીં તો તે જવા���દારી અરજદારની રહેશે.

  • યાંત્રિક રીતે પાણી ખેંચવાનું કોઈપણ પ્રકારનું સાધન પાણીની નળીને લગાડી શકશે નહીં. જરૂરી પ્રસંગે જોઈતું પાણી ટાંકીમાં એકત્ર કરીને તે ટાંકીમાંથી પાણી યાંત્રિક સાધનથી ખેંચી શકશે.

  • વખતો વખત પાણી પુરવઠા કામગીરી વિભાગ પાણીને સપ્લાય કરવાનો સમય નક્કી કરશે તે મુજબ અરજદાર પાણી વાપરવા બંધાયેલો છે.

  • જે જગ્યા માટે કનેક્શન જોઈતું હોય તે જગ્યાના માલિક તરીકે નગરપાલિકાના રેકોર્ડમાં જેનું નામ હોય તેમણે અગર તો ભાડુંઆત હોય તેમણે મકાનમાલિકના સંમતિના દાખલા સાથે અરજી કરવાની છે.

  • અરજી કરતાં અગાઉનો નગરપાલિકાનો લ્હેણો થતો બધો વેરો નગરપાલિકામાં ભરી દેવામાં આવેલો હોવો જોઈએ.

  • પાણીના નિકાલ માટે દરેક મકાનને દટણ હોવી આવશ્યક છે. જો દટણ નહીં હોય તો દટણ બનાવ્યા પછી જ કનેક્શનની અરજી કરવાની છે.

  • જે જગ્યા માટે પાણી કનેક્શનની માંગણી કરવામાં આવતી હોય તે જગ્યામાં હાલ પાણીનું કનેક્શન છે કે કેમ? અને હોય તો કેટલા ઇંચનું છે? અને શા ઉપયોગ માટે છે? ક્યા પ્લમ્બર લાયસન્સદાર પાસે કનેક્શન કરવા માંગો છો?