આણંદ શહેર તથા બાકરોલ ઝોન ના મુખ્ય માર્ગો, બજારો, જાહેર સ્થળોની સાફ સફાઈ રાત્રિ દરમ્યાન મજુરો તેમજ ટ્રેકટોરો ધ્વારા કરાવી સૂકો તથા ભીનો કચરો એકત્ર કરવવામાં આવે છે. આ તમામ વિસ્તારો રાત્રિ દરમ્યાન સાફ સફાઈ થતાં સવારના સમયે સ્વચ્છ લાગે છે.
આણંદ શહેર તથા બાકરોલ ઝોન ના મુખ્ય માર્ગો, બજારો, જાહેર સ્થળોની સાફ સફાઈ રાત્રિ દરમ્યાન મજુરો તેમજ ટ્રેકટોરો ધ્વારા કરાવી સૂકો તથા ભીનો કચરો એકત્ર કરવવામાં આવે છે. આ તમામ વિસ્તારો રાત્રિ દરમ્યાન સાફ સફાઈ થતાં સવારના સમયે સ્વચ્છ લાગે છે. તેમજ દિવસ દરમ્યાન આણંદ શહેર તથા બાકરોલ ઝોન ના હદ વિસ્તારના તમામ 13 વોર્ડની સમગ્ર મિલકતોમાંથી ઘેર-ઘેર સૂકો તથા ભીનો કચરો એકત્રની કામગીરી મજુરો તેમજ ટ્રેકટોરો ધ્વારા નગરપાલિકા કામગીરી બજાવવામાં આવે છે. મુખ્ય માર્ગો ઉપર સૂકા તથા ભીના કચરા માટે કચરાપેટીઓ મૂકવામાં આવે છે. જેથી શહેરીજનો ને કચરો નાખવામાં સવલત રહે. નગરપાલિકાના કાયમી તેમજ રોજમદાર સફાઈ કામદારો મારફતે શહેરના ગમતળ અને અન્ય જૂના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવે છે. શહેરમાં કચરો એકત્ર કરવા માટે કુલ ૭૧ કન્ટેનરો મૂકવામાં આવે છે. જે કચરાનો નિકાલ કોમ્પેક્ટર મશીન ધ્વારા કરવામાં આવે છે. રોજબરોજ ૭૦ ટન જેટલો કચરો નગરપાલિકાની ડમ્પીંગ સાઇટ ઉપર નિકાલ કરવામાં આવે છે.