લગ્ન નોંધણી વિભાગ

વિભાગો

 

Marriage Registration (લગ્ન નોંધણી વિભાગ)

નગરપાલિકમાં લગ્નના પ્રમાણપત્ર મેળવવા બાબતે સરકારશ્રીના નિતિ-નિયમ અનુસાર અરજી ફોર્મ માં અરજદારશ્રીએ માહિતી ભરવાની રહે છે. લગ્નનું પ્રમાણપત્ર સાબિત કરે છે કે તમે કાયદેસર લગ્ન કરેલા છે તથા તેનો ઉપયોગ રેશનકાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ અને પાસપોર્ટ વગેરેમાં નામ બદલીકરણ માટે થાય છે.

લગ્ન નોંધણી કરવવા માટેના પુરાવા
  • એગ્રીમેન્ટ કોર્ટ ટિકિટ –`૧૦૦/- ની ચાર નંગ.

  • કોર્ટ ટિકિટ `૧/- ની છ નંગ.

  • દરેક નકલ સર્ટીફાઈડ કરેલી મુકવી.

  • ફૉર્મ ભરવામાં માત્ર કાળી પેન જ વાપરવી તથા ફૉર્મ માત્ર કેપીટલ અક્ષરમાં જ ભરવું.

  • અધૂરી વિગત તથા ચેકચાકવાળું ફૉર્મ ચાલવામાં આવશે નહીં.

  • વર-વધુ, સાક્ષી તથા ભ્રાહ્મણ, પાદરી, મૌલાનાએ ફૉર્મ માં રૂબરૂ આવી સહી કરી જવી.

  • N.R.I. પક્ષકારોએ પરિશિષ્ઠ-૧ ફરજિયાત ભરવાનું રહેશે.

  • દરેક સોગંધનામું ફોટા સહિત કરવાનું રહેશે.

  • ઉમરના પુરાવા (વર –વધુ) ના જન્મનું પ્રમાણપત્ર અથવા સ્કૂલ લિવિંગ સર્ટિ બંનેમાંથી એક ફરજિયાત.

  • પક્ષકારો (વર –વધુ) ના ઓળખના પુરાવા. (દા.ત. ઇલેક્શનકાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ).

  • લગ્નના સ્થળનો પુરાવો. (વાડી/મેરેજહૉલ/પાર્ટીપ્લોટ/ધર્મશાળા/મંદિરનો દાખલો) અથવા (ઘરે લગ્ન થયા હોય તો ઘરવેરાની પાવતી).

  • બ્રાહ્મણ/પાદરી/મૌલાનાનું લગ્નના લેટરપેડ સાથેનો દાખલો અને ઓળખપત્ર લાવવું તથા સ્ટેમ્પપેપર ઉપર એક્ઝી.મેજીસ્ટ્રેટ રૂબરૂના સોગંદનામું કરાવવું.

  • બે સાક્ષીના `૨૦/-ના સ્ટેમ્પપેપર ઉપર લગ્ન કર્યા અંગેના એક્ઝી.મેજીસ્ટ્રેટ રૂબરૂના સોગંદનામાં તથા સાક્ષીઓના ઓળખના પુરાવા. (દા.ત. ઇલેક્શનકાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ).

  • વર –વધુનું `૨૦/-ના સ્ટેમ્પપેપર ઉપર લગ્ન કર્યા અંગે ફોટા સાથેના સોગંદનામું.

  • લગ્નની આમંત્રણ પત્રિકા (કંકોતરી) અથવા વર-વધુના `૨૦/-ના સ્ટેમ્પપેપર ઉપર કંકોત્રી ન છપાવ્યા અંગેનું સોગંદનામું.

  • નિકાહનું સર્ટિફિકેટ (મુસ્લિમ માટે) / પાદરીનું સર્ટિફિકેટ (ખ્રિસ્તી માટે) ઓરિજનલ.

  • વર –વધુના લગ્નનો ફોટો.

  • છૂટાછેડા વાળા કેસમાં કોર્ટડિગ્રી અને વિધવા/વિધુર કેસમાં અગાઉના પતિ/પત્નીના મરણના દાખલા ફરજિયાત રજુ કરવાના રહેશે.

  • વર-વધુનો ધર્મ અલગ હોય તો જે તે વર/વધુએ સમાન ધર્મ પરીવર્તનનો દાખલો આપવો જરૂરી છે.

 

નોધઃ

 

  • લગ્ન સર્ટિફિકેટ લેવા આવો ત્યારે `૧/-ની ૩ નંગ કોર્ટ સ્ટેમ્પ અચૂક લાવવી.

  • લગ્ન નોંધણી થયા બાદ લગ્ન નોંધણી કોઈપણ નોંધ સુધારો કરવાની કોઈ જોગવાઈ નથી.

  • સોગંધનામાં ચેકચાક કે પાછળથી (વાઈટનર મારીને) સુધારા વધારા કરેલ હશે તે સોગંધનામું માન્ય રાખવામાં આવશે નહીં. (ચાલશે નહીં)