નાગરીક સુવિધા વિભાગમાં એક જ સ્થળે નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નીચેના વિભાગમાં તમને જરૂરી નાગરીકલક્ષી સેવા માટેનું ફોર્મ, આવશ્યક દસ્તાવેજોની યાદી તેમજ તે માટેનું જરૂરી માર્ગદર્શન મળી રહેશે.નાગરીકની જરૂરિયાતને અનુરૂપ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત / રહીશ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત / પોલીસ ક્લીયરન્સ અંગેનું પ્રમાણપત્ર (PCC) મેળવવા બાબત / વરિષ્ઠ નાગરીકઅંગેનું પ્રમાણપત્ર (Senior citizen Card) મેળવવા બાબતપ્રમાણપત્રનીસેવાઓ
હૉલ વપરાશ કરવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિ કે પ્રતિનિધિએ નિયમ ફોર્મમાં પુરી માહિતી સાથે અરજી કરવી પડશે.
બુકિંગ આણંદ નગરપાલિકા ઓફીસ જ રજાઓના દિવસ સિવાય બાકીના દિવસોમાં ઓફીસ ટાઈમ દરમ્યાન થશે.
કાર્યક્રમ અંગેનું જરૂરી સરકારી લાઇસન્સ મેળવવાની જવાબદારી વાપરનારની રહેશે.
વપરાશનો સમય સવારના ૬થી રાત્રિના ૧૨કલાક સુધીનો છે.
લગ્ન માટે એકજ દિવસ એકજ વ્યક્તિને આપી શકશે.
એડ્વાન્સ બુકિંગ ૬ માસ અગાઉ કરવાનું રહેશે. વધુમાં હૉલ ખાલી હશે તો તે પ્રસંગે નગરપાલિકા ના નિયમ મુજબ ફી વસુલ લઈ પ્રમુખશ્રીની મંજુરીથી હૉલ ભાડે આપવામાં આવશે.
જે તારીખે બુકિંગ થઈ ગયું હશે તે તારીખ મુકરર રહેશે અને ત્યારબાદ તારીખ બદલી આપવામાં આવશે નહીં, પરંતુ ખાસ સંજોગોમાં અને સગવડ હશે તો પ્રથમ નક્કી કરેલ તારીખને બદલે
ફક્ત એકજ વખત તારીખ બદલી આપવા પ્રમુખશ્રી મુખત્યાર છે. તારીખ બદલી આપવાની લાગત ફી નિયમોનુસાર લેવામાં આવશે.
હૉલ વાપરવા રાખનારે હૉલ સિવાય વધારાનું લાઇટ, ખુરશી, મંડપ, લાઉડ સ્પીકર વગેરે વ્યવસ્થા પોતે કરવાની રહેશે.
ક્રમ |
પ્રસંગ (કાર્યક્રમની વિગત) |
ભાડું રૂપિયા |
ડિપોઝિટની રકમ
રૂપિયા |
---|---|---|---|
1 | લગ્ન પ્રસંગ/ અન્ય પ્રસંગ (૧ દિવસનું) |
૪૦૫૦૦/- | ૨૫૦૦૦/- |
2 | મીટીંગ માટે પ્રથમ શિફ્ટ સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ બીજી શિફ્ટ સવારે ૧-૦૦ થી ૫-૦૦ ત્રીજી શિફ્ટ સવારે ૬-૦૦ થી ૧૦-૦૦ |
૨૯૭૮૦/- |
૫૦૦૦૦/- |
3 | બેસણા માટે પ્રથમ શિફ્ટ સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ બીજી શિફ્ટ સવારે ૧-૦૦ થી ૫-૦૦ ત્રીજી શિફ્ટ સવારે ૬-૦૦ થી ૧૦-૦૦ |
૧૨૯૮૦/- |
૧૧૦૦૦/- |
4 | કોમર્શિયલ ઉપયોગ માટે (૧ દિવસનું) | ૯૯૫૦૦/- | ૫૦,૦૦૦/- |
ક્રમ |
પ્રસંગ (કાર્યક્રમની વિગત) |
ભાડું રૂપિયા |
ડિપોઝિટની રકમ
રૂપિયા |
---|---|---|---|
1 | લગ્ન પ્રસંગ/ અન્ય પ્રસંગ (૧ દિવસનું) |
૩૦૦૦૦/- |
૨૦૦૦૦/- |
2 | મીટીંગ માટે પ્રથમ શિફ્ટ સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ બીજી શિફ્ટ સવારે ૧-૦૦ થી ૫-૦૦ ત્રીજી શિફ્ટ સવારે ૬-૦૦ થી ૧૦-૦૦ |
૨૦૦૦૦/- (૧ શિફ્ટના) |
૨૦૦૦૦/- |
3 | બેસણા માટે પ્રથમ શિફ્ટ સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ બીજી શિફ્ટ સવારે ૧-૦૦ થી ૫-૦૦ ત્રીજી શિફ્ટ સવારે ૬-૦૦ થી ૧૦-૦૦ |
૧૧૦૦૦/- (૧ શિફ્ટના) |
૧૦૦૦૦ |
4 | કોમર્શિયલ ઉપયોગ માટે (૧ દિવસનું) | ૫૧૦૦૦/- |
૩૦૦૦૦/- |
ક્રમ |
પ્રસંગ (કાર્યક્રમની વિગત) |
ભાડું રૂપિયા |
ડિપોઝિટની રકમ
રૂપિયા |
---|---|---|---|
1 | લગ્ન તથા અન્ય પ્રસંગ (૧ દિવસ ચાર્જની રકમ) |
૭૪૦૦/- | ૧૧૦૦૦/- |
2 | મીટીંગ માટે |
૪૪૫૦/- |
૧૧૦૦૦/- |
3 | બેસણા માટે (૧ દિવસ ચાર્જની રકમ) |
૨૯૫૦/- |
૧૧૦૦૦/- |
4 | કોમર્શીયલ વપરાશ માટે (૧ દિવસ ચાર્જની રકમ) |
૧૯૨૦૦/- | ૨૫૦૦૦/- |
5 | ગેસ વપરાશ ૧ યુનિટ ચાર્જની રકમ | --- | --- |
6 | લાઇટ વપરાશ ૧ યુનિટ ચાર્જની રકમ | --- | --- |
જ.બો.ઠ.નં.૯૧, તા.૨૫/૯/૨૦૦૦ તથા જ.બો.ઠ.નં.૭૮, તા.૨૩/૭/૨૦૦૪ થી ટાઉનહૉલ ભાડેથી આપવા અંગેના નિયમો બનાવેલ છે. હાલમાં નગરપાલિકા ટાઉનહૉલ જ.બો.ઠ.નં.૧૨૬, તા.૩૧/૭/૨૦૦૮ તથા કા.ક.ઠ.નં.૩૦૬, તા.૨૪/૧૧/૨૦૦૮ થી લોકભાગીદારીથી સેન્ટ્રલી એરકન્ડીશન્ડ તેમજ સુધારા વધારા કરી શ્રી ધીરજલાલ જગજીવનદાસ શાહ નામ આપવામાં આવેલ છે. કા.ક.ઠે.નં.૧૫૩, તા.૪/૯/૨૦૦૯ તથા જ.બો.ઠ.નં.૧૩૭, તા.૮/૧૦/૨૦૦૯ થી નગરપાલિકા ટાઉનહૉલના ભાડે આપવા અંગેના નિયમોમાં સુધારા વધારા કરી નીચે મુજબના નિયમો બનાવવામાં આવેલ છે.
દરરોજ નીચે લખ્યા મુજબ સમયની ત્રણ શીફ્ટ રહેશે તથા દરેક શીફ્ટનું ભાડું તથા ડીપોઝીટ તેની સામે જણાવ્યા મુજબની રકમ બુકીંગ વખતે પુરેપુરી લેવાની રહેશે. તથા આ પરાંત 5% સર્વિસ ચાર્જ (કેન્દ્રિય કર) સાથે ભરવાનો રહેશે.
ટાઉનહૉલ – શીફ્ટ |
ભાડું રૂપિયા |
ડીપોઝીટ રૂપિયા |
|
સવારે ૮-૦૦ થી બપોરે ૧-૦૦ |
રૂપિયા ૩૫૪૦/- |
+ વીજળી ચાર્જ |
રૂપિયા ૧૦,૦૦૦/- |
રૂપિયા |
+ સર્વિસ ટેક્ષ |
||
બપોરે ૨-૦૦ થી સાંજે ૭-૦૦ |
રૂપિયા ૪૭૨૦/- |
+ વીજળી ચાર્જ |
રૂપિયા ૧૧,૦૦૦/- |
રૂપિયા |
+ સર્વિસ ટેક્ષ |
||
સાંજે ૮-૦૦ થી રાત્રે ૧-૦૦ |
રૂપિયા ૫૯૦૦/- |
+ વીજળી ચાર્જ |
રૂપિયા ૧૨૦૦૦/- |
રૂપિયા |
+ સર્વિસ ટેક્ષ |
વધુમાં ઇલેક્ટ્રીક ચાર્જિસના શીફ્ટ પ્રમાણે રૂપિયા ૫,૦૦૦/- એડ્વાન્સ તરીકે આપવાના રહેશે તેમજ ખરેખર થયેલ વીજળી સામે તે મજરે આપશે.
એક સાથે બે શીફ્ટ સળંગ બુક કરાવનારને વધારાના રૂપિયા ૧,૦૦૦/- અને એક સાથે ત્રણ શીફ્ટ સળંગ બુક કરાવનારને વધારાના રૂપિયા ૨,૦૦૦/- ભરવાના રહેશે.
એક વ્યક્તિ કે સંસ્થા ધ્વારા એક કરતાં વધુ શીફ્ટ બુકીંગ એક સાથે કરાવે તો દિવસ દીઠ રૂપિયા ૨૦,૦૦૦/- ડીપોઝીટ ભરવાની રહેશે. જે ૭ દિવસ સુધી ડીપોઝીટ રોલીંગ રહેશે. ત્યારબાદ બીજી ડીપોઝીટ ભરવાની રહેશે.
શીફ્ટ સમય પૂરો થતો હોય તો કબજો સોંપી દેવાનો રહેશે. જો કબજો સોંપવામાં નહીં આવે તો વધારાના ૧ કલાક દીઠ રૂપિયા ૧,૫૦૦/- લેખે ભાડું વસુલ કરવામાં આવશે અને નગરપાલિકાને જરૂર પડે તો ટાઉનહૉલ ખાલી કરીને કબજો પરત લેવા હક્કદાર છે.