દુકાન અને સ્થાપના લાઇસન્સ વિભાગ

વિભાગો

Shop-Establishment-License(દુકાન અને સ્થાપના લાઇસન્સ)

ધંધાર્થીઓને ધંધાની નોધણી અંગે સરકારશ્રીમાં ધંધો શરૂ કાર્યની ની નોધ રહે છે. બેંક એકાઉન્ટ ખોલવા/પાન નંબર/ જી.એસ.ટી નંબર/ પ્રોફેશનલ ટેક્સ નંબર મેળવવા જે ગમે ત્યારે દસ્તાવેજી કામગીરીમાં ઉપયોગી થાય છે.

ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ ૧૯૪૮ કલમ ૭ હેઠળ ફોર્મ એ અને ડી થી આપેલ અથવા તાજું કરી આપેલ સંસ્થાની નોધણી દર્શાવતું પ્રમાણપત્ર અધિનિયમ હેઠળ ફરમાવ્ય પ્રમાણે, કોઈ અમુક સંસ્થા નોધાયેલ છે કે નહિ તે જાણવા માટે લેખિત એકરાર હોય છે તેમાં માલિકનું નામ અને તેના દ્વારા થતાં ધંધાનો પ્રકારદર્શાવ્યો હોય છે.નગરપાલિકા હદમાં આવતા કોઇપણ પ્રકારનાધંધો કરનાર તમામ દુકાનદાર સંસ્થા ઓ કે જે ગુમાસ્તાધારાની વ્યાખામાં આવતા હોય તેમને સંસ્થાની નોધણી અંગેનું પ્રમાણપત્ર મેળવવું ફરજીયાત છે.

શોપ રજીસ્ટ્રેશન ન મેળવાથી કલમ – (૫૨) મુજબનો ગુનો ગણાય છે જો કોઈ સંસ્થા જેને માટે આ અધિનિયમ કોઈ કલમ નિયમ અથવા હુકમનું કોઈ ઉલંઘન થાય તો માલિક અને મેનેજર ને ગુનાની સાબિતી થયેથી તે દરેક ને ઓછામાં ઓછા ૨૫ રૂપિયા અને વધારે માં વધારે ૨૦૦ રૂપિયા સુધીનાદંડની શિક્ષા થશે.

શોપ રજીસ્ટ્રેશન મેળવવા માટે શોપ અને એસ્ટાબીલસ્મેન્ટ એક્ટ૧૯૪૮ કલમ ૭ મુજબ ફોર્મ “એ” અને “ડી” સંસ્થા આરંભથી ૩૦ દિવસની અંદર રજુ કરવા નું રહે છે. તથા દર વર્ષ પછી રીન્યુ કરવામાં આવે છે

દુકાન અને સ્થાપના લાઇસન્સ લેવા માટે જરૂરી દસ્તાવેજોની યાદી
  • શોપ એકટ લાઇસન્સ રિન્યુ માટે (ઓરિજિનલ શોપ એકટ લાઇસન્સ, ચાલુ વર્ષનો વ્યવસાય વેરો ભરેલ પાવતીની ઝરોક્ષ)  અને વધુમાં નીચે મુજબના પુરાવા. 

  • https://enagar.gujarat.gov.in/DIGIGOV/ પર ઓનલાઇન અરજી કરવી.

  • અરજદારનો ફોટો.

  • અરજદારનું ઇ-મેઇલ આઇ.ડી ફરજીયાત.

  • ચાલુ વર્ષનો ટેક્ષ ભરેલ પાવતીની ઝેરોક્ષ નકલ

  • ભાડા કરારની કોપી.

  • ખરીદીના બે બીલોની નકલ.

  • મિલકત ભાડે હોય તો માલિકનું રૂ 300 ના સ્પેમ્પ પર ફોટો લગાવી નોટરી કરેલ સંમતીપત્રક.

  • ભાગીદારી સંસ્થા હોય તો, ભાગીદારી કરાર ની ઝેરોક્ષ નકલ.

  • ઓળખકાર્ઙ ની નકલ (પાન કાર્ડ તથા આધાર કાર્ડ ફરજીયાત)

  • દુકાન/ઓફિસ સંસ્થા ના નામના બોર્ડ તથા ખુલ્લી દુકાન સાથેનો ફોટો.

  • ફાયર સેફ્ટી ની N.O.C

  • ખાણી પીણી ના લાયસન્સ માટે સેનેટરી ની N.O.C ની ઝેરોક્ષ કોપી

  • હોસ્પીટલ ના લાઈસન્સ લેવા માટે ડોક્ટર ની ડિગ્રી ની ઝેરોક્ષ કોપી

  • મેડીકલ સ્ટોર માટે ડ્રગ લાઈસન્સ ઝેરોક્ષ કોપી.

  • કંન્ટ્રકશન ના લાઈસન્સ માટે સિવિલ એન્જીનીયર ડિગ્રી ની ઝેરોક્ષ કોપી

  • પ્રાઈવેટ લીમેટેડ કંપની માટે મેમોરેંડમ ની ઝેરોક્ષ કોપી (ઓનલાઇનમાં મેમોરેડમ ઝીપ ફાઇલ બનાવીને અપલોડ કરવુ)

રૂ. 300/- ના સ્ટેમ્પ પેપર ઉપર ફોટો નોટરી કરાવવી

આથી અમો નીચે સહી કરનાર ___________________________________________રહેવાસી _______________________________તા.જી. આણંદ તે આજ રોજ તા. / / 20 ના રોજ લખી નીચે મુજબની સંમતિ આપીએ છીએ. કે અમારી માલીકી અને સંપૂર્ણ કબજા ભોગવટાવાળી દુકાન મોજે ગામ આણંદના ________________________________સ્થળે આવેલી છે જેઓ મોજે ગામ આણંદ મ્યુનિ. સેસ __________________________ છે. તે દુકાન અમોએ આજ રોજ તા. / /20 થી માસિક ભાડું રૂ. _____________ થી સંસ્થાનું નામ _______________________________________ થી શ્રી _________________________ ને ભાડે આપેલ છે. તેઓને વેપાર/ ધંધા માટે શોપ એકટ લાયસન્સની અરજી કરેલ છે તો તેઓને ઉપરોકત વેપાર /ધંધા માટે આજીવન શોપ એકટ લાયસન્સ રજીસ્ટ્રેશન કરી આપવામાં આવે તો અમોને કોઇપણ પ્રકારનો વાંધો કે હરકત નથી. તે બદલ અમે આ સંમતિ પત્રક લખી આપીએ છીએ. તથા સંસ્થાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ સંસ્થા બંધ કરે અથવા તો જગ્યા ટ્રાન્સફર કરે તેની જાણ નગરપાલિકાને કરવા બંધાયેલ છીએ. તે બદલ અમે આ સંમતિ પત્રક લખી આપીએ છીએ. ઉપરોકત લખાણ અમોએ અમારી રાજીખુશીથી અકકલ હોશિંયારીથી શુધ્ધબુધ્ધિથી તથા સભાન અવસ્થામાં લખી આપેલ છે.

સાક્ષીની સહી તથા સરનામુ

સંમતિ લખી આપનારની સહી તથા સરનામું.