શેહરી સામૂહિક વિકાસ વિભાગ

વિભાગો

શેહરી સામૂહિક વિકાસ વિભાગ

યુ.સી.ડી. (શહેરી સામૂહિક વિકાસ યોજના) વિભાગ જાહેર આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને જાહેર જાગૃતિ સાથે સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે. વિવિધ સરકારી પ્રાયોજિત એનજીઓ (બિન સરકારી સંગઠનો) સાથે મળીને યુ.સી.ડી. ડિપાર્ટમેન્ટ નજીવી ફી ચાર્જ કરીને શહેરી ગરીબો માટે વિવિધ વ્યાવસાયિક તાલીમ વર્ગોનું સંચાલન કરે છે.

 

યુ.સી.ડી. યોજના નીચે ચાલતી પ્રવૃત્તિઓ


યુ.સી.ડી. યોજના નીચે શહેરના તમામ વિસ્તારોમાં મહિલા સંગઠનોની રચના કરી સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
આ યોજના નીચે પછાત વિસ્તારોમાં વ્યવસાયિક વર્ગો ચલાવવામાં આવે છે.
વ્યવસાયિક વર્ગોની માહિતી નીચે મુજબ છે.

વર્ગો

મહિલાઓની ફી (વાર્ષિક)

પુરૂષોની ફી (વાર્ષિક)

સિવણ

૨૪૦/-

-

ભરતગૂંથણ

૨૪૦/-

-

બ્યુટી પાર્લર

૬૦/- (૩ માસ)

-

કોમ્પ્યુટર

૨૭૫/- (૪૫ માસ)

૫૫૦/- (૪૫ માસ)

દીનદયાલ અંત્યોદય યોજના
રાષ્ટ્રીય શહેરી આજિવિકા મિશન
NATIONAL URBAN LIVELIHOOD MISSION(NULM)

રાષ્ટ્રીય શહેરી આજિવિકા મિશનઆણંદ નગરપાલિકા દ્વારા અમલમાં આવેલ છે. સદર યોજના (૧) કૌશલ્ય તાલીમ અને સ્થળ નિર્ધારણ દ્વારા રોજગાર (૨) સ્વ-રોજગાર કાર્યક્રમ (૩) શહેરી શેરી-ફેરીયાઓને સહાય (૪) ઘર વિહોણા શહેરીજનો માટે આશ્રયની યોજના (૫) સામાજિક ગતિશીલતા અને સંસ્થાકીય વિકાસ (૬) શહેરી આજીવિકા કેન્દ્ર (સી.એલ.સી.), જેવા ૬ ઘટકોમાં વહેચાયેલ છે. જે અન્વયે શહેરી ગરીબોને રોજગારી અને આજીવિકા લગતા લાભ અને સહાય આપવામાં આવે છે.

(૧) કૌશલ્ય તાલીમ અને સ્થળ નિર્ધારણ દ્વારા રોજગાર – શહેરના બી.પી.એલ.લાભાર્થીઓ તેમજ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબના એસ.સી./એસ.ટી. લઘુમતી લાભાર્થીઓ કે જેઓને અભ્યાસ નહિવત હોય તેઓને કૌશલ્ય વર્ધક તાલીમ આપી આર્થિક ઉપાર્જન માટે પગભર કરવાનો મુખ્ય હેતુ છે. જે અંતર્ગત યોજના શરૂ થયા બાદ અંદાજીત ૫૦૦ લાભાર્થીઓને તાલીમ આપી રોજગારી આપવામાં આવેલ છે.

(૨) સ્વ-રોજગાર કાર્યક્રમ – ધંધા રોજગારમાં આર્થિક જરૂરિયાત ધરાવતા બી.પી.એલ.,એસ.સી./એસ.ટી. માં કાર્ડ ધરાવતા તેમજ લઘુમતી શહેરી ગરીબોને રૂપિયા ૨લાખ સુધીની લોન અપાવવા માટે બેન્કને ભલામણ કરવામાં આવે છે. લોન મંજૂરી થયે પ્રવર્તમાન વ્યાજ અને ૭% વચ્ચેના તફાવતની વ્યાજ સબસિડીની સહાય આપવામાં આવે છે.

(૩) શહેરી શેરી-ફેરીયાઓને સહાય – ઘટક અંતર્ગત શહેરી શેરી ફેરિયાઓની નોંધણી કરી તેઓને ઓળખ કાર્ડ આપવામાં આવે છે. તેમજ નોંધાયેલ ફેરિયાઓને લાઇસન્સ આપી તેમને સલામતી અપાવવી તેમજ તમામ ફેરિયાઓને કૌશલ્યવર્ધક તાલીમ આપી કાયદાકીય રીતે તેઓને હક્કો અપાવવાનો હેતુ રહેલો છે.
 

શહેરી શેરી ફેરિયાઓની યાદી

  • (૪) ઘર વિહોણા શહેરીજનો માટે આશ્રયની યોજના – ઘટક અંતર્ગત આણંદ શહેરના ઘરવિહોણા લોકો સુરક્ષા સલામતી અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ સહાય મળી રહે તે હેતુસર આશ્રયસ્થાન બનાવવું તેમજ ઘરવિહોણા લોકોને યોગ્ય જીવન પ્રદાન કરવાનો હેતુ રહેલો છે.

    (૫) સામાજિક ગતીશીલતા અને સંસ્થાકીય વિકાસ – ઘટક અંતર્ગત શહેરી ગરીબ મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્થાન હેતુ ૧૦ બહેનોના સ્વ-સહાય જૂથની રચના કરી તેઓને વિસ્તાર કક્ષાના ફેડરેશન માટેની સંસ્થાઓ ઉભી કરવા માટે સક્ષમ બનાવવામાં આવે છે. જેમાં દરેક જૂથના રૂપિયા ૧૦,૦૦૦/- નું ફરતું ભંડોળ આપી આર્થિક રીતે સહાય કરવામાં આવે છે. તેમજ જૂથોને આર્થિક ઉપાર્જન માટેની પ્રવુત્તિ કરી પગભર થવા માટે બેન્કમાંથી કેશ ક્રેડિટની સહાય આપવામાં આવે છે.

    (૬) શહેરી આજીવિકા કેન્દ્ર (સી.એલ.સી.) – ઘટક અંતર્ગત કુશળ કારીગરોની નોંધણી કરી તેઓને રોજગારી માટેની તકો ઉભી કરવાની કામગીરી શરૂ