નાગરિકસુવિધા વિભાગ

વિભાગો

Citizen Facility (નાગરીક સુવિધા વિભાગ)

નાગરીક સુવિધા વિભાગમાં એક જ સ્થળે નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નીચેના વિભાગમાં તમને જરૂરી નાગરીકલક્ષી સેવા માટેનું ફોર્મ, આવશ્યક દસ્તાવેજોની યાદી તેમજ તે માટેનું જરૂરી માર્ગદર્શન મળી રહેશે.નાગરીકની જરૂરિયાતને અનુરૂપ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

પ્રમાણપત્રનીસેવાઓ

આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત / રહીશ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત / પોલીસ ક્લીયરન્સ અંગેનું પ્રમાણપત્ર (PCC) મેળવવા બાબત / વરિષ્ઠ નાગરીકઅંગેનું પ્રમાણપત્ર (Senior citizen Card) મેળવવા બાબત
સાર્વજનિક ભવનની સેવાઓ:
આણંદ નગરપાલિકા કૉમ્યુનિટી હૉલ

નિયમો:
  • હૉલ વપરાશ કરવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિ કે પ્રતિનિધિએ નિયમ ફોર્મમાં પુરી માહિતી સાથે અરજી કરવી પડશે.

  • બુકિંગ આણંદ નગરપાલિકા ઓફીસ જ રજાઓના દિવસ સિવાય બાકીના દિવસોમાં ઓફીસ ટાઈમ દરમ્યાન થશે.

  • કાર્યક્રમ અંગેનું જરૂરી સરકારી લાઇસન્સ મેળવવાની જવાબદારી વાપરનારની રહેશે.

  • વપરાશનો સમય સવારના ૬થી રાત્રિના ૧૨કલાક સુધીનો છે.

  • લગ્ન માટે એકજ દિવસ એકજ વ્યક્તિને આપી શકશે.

  • એડ્વાન્સ બુકિંગ ૬ માસ અગાઉ કરવાનું રહેશે. જે તે વખતે રૂપિયા ૫૦૦/- ડિપોઝિટ તરીકે રોકડા ભરવાના રહેશે. આ સિવાયનું ફોર્મ રદ થશે. લાઇટ ચાર્જ અનામત રૂપિયા ૫૦૦/- અલગ રોકડેથી ભરવાના રહેશે. વધુમાં હૉલ ખાલી હશે તો તે પ્રસંગે નગરપાલિકા ના નિયમ મુજબ ફી વસુલ લઈ પ્રમુખશ્રીની મંજુરીથી હૉલ ભાડે આપવામાં આવશે.

  • જે તારીખે બુકિંગ થઈ ગયું હશે તે તારીખ મુકરર રહેશે અને ત્યારબાદ તારીખ બદલી આપવામાં આવશે નહીં, પરંતુ ખાસ સંજોગોમાં અને સગવડ હશે તો પ્રથમ નક્કી કરેલ તારીખને બદલે ફક્ત એકજ વખત તારીખ બદલી આપવા પ્રમુખશ્રી મુખત્યાર છે. તારીખ બદલી આપવાની લાગત ફી રૂપિયા ૫૦૦/- લેવામાં આવશે.

  • હૉલ વાપર્યા બાદ સફાઈ માટે રૂપિયા ૨૫૦/- અલગથી એડ્વાન્સ ભરવાના રહેશે.

કૉમ્યુનિટી હૉલ નં-૧ પાયોનીયર સ્કૂલ પાસે એ.સી.હોલ / કૉમ્યુનિટી હૉલ નં-૨ ઓવરબ્રીજ પાસે એ.સી.હોલ

કૉમ્યુનિટી હૉલ નં-૪ નહેરૂ બાગ પાસે એ.સી.હોલ / કૉમ્યુનિટી હૉલ નં-૫ મંગળપુરા

નિયમો:

ક્રમ

પ્રસંગ (કાર્યક્રમની વિગત)

ભાડાની રકમ રૂપિયા

ડિપોઝિટની રકમ  રૂપિયા

લગ્ન તથા અન્ય પ્રસંગ (૧ દિવસ ચાર્જની રકમ)

૭૪૦૦/-

૧૧૦૦૦/-

મીટીંગ માટે (૧ દિવસ ચાર્જની રકમ)

૪૪૫૦/- (૧ શિફ્ટના) 

૧૧૦૦૦/-

બેસણા માટે (૧ દિવસ ચાર્જની રકમ)

૨૯૫૦/- (૧ શિફ્ટના) 

૧૧૦૦૦/-

કોમર્શીયલ વપરાશ માટે (૧ દિવસ ચાર્જની રકમ)

૧૯૨૦૦/-

૨૫૦૦૦/-

ગેસ વપરાશ ૧ યુનિટ ચાર્જની રકમ

---

---

લાઇટ વપરાશ ૧ યુનિટ ચાર્જની રકમ

---

---

 
ધીરજલાલ જગજીવનદાસ શાહ (ટાઉન હૉલ)

નિયમો:
  • જ.બો.ઠ.નં.૯૧, તા.૨૫/૯/૨૦૦૦ તથા જ.બો.ઠ.નં.૭૮, તા.૨૩/૭/૨૦૦૪ થી ટાઉનહૉલ ભાડેથી આપવા અંગેના નિયમો બનાવેલ છે. હાલમાં નગરપાલિકા ટાઉનહૉલ જ.બો.ઠ.નં.૧૨૬, તા.૩૧/૭/૨૦૦૮ તથા કા.ક.ઠ.નં.૩૦૬, તા.૨૪/૧૧/૨૦૦૮ થી લોકભાગીદારીથી સેન્ટ્રલી એરકન્ડીશન્ડ તેમજ સુધારા વધારા કરી શ્રી ધીરજલાલ જગજીવનદાસ શાહ નામ આપવામાં આવેલ છે. કા.ક.ઠે.નં.૧૫૩, તા.૪/૯/૨૦૦૯ તથા જ.બો.ઠ.નં.૧૩૭, તા.૮/૧૦/૨૦૦૯ થી નગરપાલિકા ટાઉનહૉલના ભાડે આપવા અંગેના નિયમોમાં સુધારા વધારા કરી નીચે મુજબના નિયમો બનાવવામાં આવેલ છે.

  • દરરોજ નીચે લખ્યા મુજબ સમયની ત્રણ શીફ્ટ રહેશે તથા દરેક શીફ્ટનું ભાડું તથા ડીપોઝીટ તેની સામે જણાવ્યા મુજબની રકમ બુકીંગ વખતે પુરેપુરી લેવાની રહેશે. તથા આ પરાંત ___% સર્વિસ ચાર્જ (કેન્દ્રિય કર) સાથે ભરવાનો રહેશે.

ટાઉનહૉલ – શીફ્ટ

ભાડું રૂપિયા

ડીપોઝીટ રૂપિયા

સવારે ૮-૦૦ થી બપોરે ૧-૦૦

રૂપિયા ૩૫૪૦/-

+ વીજળી ચાર્જ

રૂપિયા ૧૦,૦૦૦/-

રૂપિયા

+ સર્વિસ ટેક્ષ

બપોરે ૨-૦૦ થી સાંજે ૭-૦૦

રૂપિયા ૪૭૨૦/-

+ વીજળી ચાર્જ

રૂપિયા ૧૧,૦૦૦/-

રૂપિયા

+ સર્વિસ ટેક્ષ

સાંજે ૮-૦૦ થી રાત્રે ૧-૦૦

રૂપિયા ૫૯૦૦/-

+ વીજળી ચાર્જ

રૂપિયા ૧૨૦૦૦/-

રૂપિયા

+ સર્વિસ ટેક્ષ

  • વધુમાં ઇલેક્ટ્રીક ચાર્જિસના શીફ્ટ પ્રમાણે રૂપિયા ૫,૦૦૦/- એડ્વાન્સ તરીકે આપવાના રહેશે તેમજ ખરેખર થયેલ વીજળી સામે તે મજરે આપશે.

  • એક સાથે બે શીફ્ટ સળંગ બુક કરાવનારને વધારાના રૂપિયા ૧,૦૦૦/- અને એક સાથે ત્રણ શીફ્ટ સળંગ બુક કરાવનારને વધારાના રૂપિયા ૨,૦૦૦/- ભરવાના રહેશે.

  • એક વ્યક્તિ કે સંસ્થા ધ્વારા એક કરતાં વધુ શીફ્ટ બુકીંગ એક સાથે કરાવે તો દિવસ દીઠ રૂપિયા ૨૦,૦૦૦/- ડીપોઝીટ ભરવાની રહેશે. જે ૭ દિવસ સુધી ડીપોઝીટ રોલીંગ રહેશે. ત્યારબાદ બીજી ડીપોઝીટ ભરવાની રહેશે.

  • શીફ્ટ સમય પૂરો થતો હોય તો કબજો સોંપી દેવાનો રહેશે. જો કબજો સોંપવામાં નહીં આવે તો વધારાના ૧ કલાક દીઠ રૂપિયા ૧,૫૦૦/- લેખે ભાડું વસુલ કરવામાં આવશે અને નગરપાલિકાને જરૂર પડે તો ટાઉનહૉલ ખાલી કરીને કબજો પરત લેવા હક્કદાર છે.